← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગાડાવાટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘૂઘરા રણકે રે ધોરીડે, ગાડાવાટ્યું બોલે,
જૂનું મારું ગામ ઊભું છે આંબલિયાને ઓલે.

ભળભાંખળે હળ જોડીને બાપુ ખેતર જાતા,
બાનાં કંકણ છાશ વલોવી પરભાતિયાં ગાતાં;
ધૂળની ડમરી, લીમડાની છાંય, પાદર પાણી ઢોળે…
ઘૂઘરા રણકે રે…

હવે ડામરની સડકો આવી, ગાડાં ગયાં ભંગારે,
ધોરી વેચાયા, ઘૂઘરા પડ્યા ખીંટીએ અંધારે;
તોય સાંજે પવન વાય તો રણઝણ રણઝણ ડોલે…
ઘૂઘરા રણકે રે…

પરાગ કહે: આ શહેરે આવી, લિફ્ટમાં ઊંચે ચડ્યો,
પણ ગાડાના ચીલા જેવો ગામનો રસ્તો ન જડ્યો;
સપનામાં ગાડું આવે ને મારું બાળપણ ખોળે…
ઘૂઘરા રણકે રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખલીમડાને રાખડીઆગલો લેખ →એકાંતે