← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફોટામાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘણો સજ્જન છતાં લાગે, હતો હું ચોર ફોટામાં,
પડાવ્યો પાસપોર્ટે, તો થયો હું ઢોર ફોટામાં.

હતો વરરાજ ઘોડા પર, મુગટ માથે, સજેલો હું,
હવે તો આલ્બમે લાગે ઘણો કમજોર ફોટામાં.

ગરીબોના ઘરે જઈને, ધરી થેલી, હસે નેતા,
હતું રાશન જરા, ઝાઝો હતો બસ શોર ફોટામાં.

હજી ઝાંખી છબીમાં બા, પહેરી ભરતની સાડી,
ટહુકતો પાલવે એનો હજી પણ મોર ફોટામાં.

પરાગે લાખ સમજાવ્યું ગુલાબે કે સુગંધી છે,
હતું એ ફૂલ, પણ લાગ્યું: જુઓ, આ થોર ફોટામાં.

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્ય #ફોટો #યાદ #દેખાડો #પરાગરતનપરા
#GujaratiGhazal #HumorPoetry #Photographs #Memories #ShowOff #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખકવિની ઘરવાળીઆગલો લેખ →ભીતર