ફોર્મ્યુલાનું ગીત
ઇ બરાબર એમ સી સ્ક્વેર, ભઈલા, ઇ બરાબર એમ સી સ્ક્વેર,
પરીક્ષા ટાણે ભૂલી જઉં, ને સપનાંમાં ગોખું ઘેર ઘેર!
આઇન્સ્ટાઇન દાદા તમે કેવું રે કર્યું, દળને ઝડપથી ગુણ્યું,
અમે તો દાળ ને ભાતને ગુણતાં, ને પેટનું પરિણામ સૂણ્યું;
ઊર્જા તો ક્યાંય મારે અંગમાં નથી, ઊંઘ ચડી છે સવારથી પ્હેર…
ઇ બરાબર…
પ્રકાશની ઝડપ તો લાખોની કહેવાય, મારી તો સાઇકલ ધીમી,
ટ્યુશનથી કૉલેજ, કૉલેજથી ટ્યુશન, એમાં જ વીતી ગઈ સીમી;
સાપેક્ષતા મને પ્રેમમાં સમજાણી: એ પાસે તો કલાક જાણે લ્હેર…
ઇ બરાબર…
પરાગ કહે: પેપરમાં લખી દીધું, ‘પ્રેમ બરાબર દિલ ગુણ્યા આંસુ’,
માસ્તરે મીંડું આપીને લખ્યું: ‘ભાઈ, કવિ થા, તું વિજ્ઞાનનો ત્રાસુ’;
ફોર્મ્યુલા ભૂલ્યો પણ ગીત મળી ગયું, હવે ભણતરથી શું વેર?
ઇ બરાબર…
– પરાગ રતનપરા