ફિલ્ટરથી
હવે ગાલે ન રેખાઓ, છુપાવી ઉમર ફિલ્ટરથી,
હજારો ‘લાઇકો’ વરસે, મળી સૌ નજર ફિલ્ટરથી.
સવારે આયને ખુદને નિહાળી ચીસ પાડી ત્યાં,
હતું જે રૂપ ‘સેલ્ફી’માં, હતી બસ અસર ફિલ્ટરથી.
અહીં સરકારના ખાતે બધું ‘લીલું’ જ દેખાતું,
દુકાળો પણ થયા લીલા, છપાતી ખબર ફિલ્ટરથી.
ગયા દરિયે, ન જોયું પણ, હતા બસ ફોન હાથોમાં,
પછી ‘સ્ટોરી’ સજાવીને, મઢી એ સફર ફિલ્ટરથી.
પરાગે સત્ય લખ્યું પણ, ન વાંચ્યું કોઈએ એને,
છબી રંગીન છાપી ત્યાં, મળી સૌ કદર ફિલ્ટરથી.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્યવ્યંગ #સોશિયલમીડિયા #દેખાડો #સેલ્ફી #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #SocialMedia #FakeFilters #SelfieCulture #ParagRatanpara