ફકીરીમાં
નથી ગાદી, નથી તકિયા, છતાં રાતો ફકીરીમાં,
ગગનનો ચાંદ સાથી, ને કરે વાતો ફકીરીમાં.
હતા જે દોસ્ત દોલતના, ગયા દોલત જતાં, ત્યારે
ખરો તો આ જ ઈશ્વરથી થયો નાતો ફકીરીમાં.
ન ચિંતા કાલની, ના ચોરનો ડર, ના હિસાબો કંઈ,
સવારે રોજ પંખી સંગ, હું ગાતો ફકીરીમાં.
ન લોકર, ના તિજોરી, ના ઉધારીની કશી ચિંતા,
હતો ખાલી, થયો ખાલી, હવે જાતો ફકીરીમાં.
પરાગે ફૂલની ખુશ્બૂ વહેંચી રાહમાં સઘળી,
હવા સંગાથ ઝૂમે એ જ મદમાતો ફકીરીમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ફકીરી #મસ્તી #સંતોષ #વૈરાગ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #FakirSpirit #InnerRichness #Contentment #Detachment #ParagRatanpara