ફકીરા
સરે રેત જેવી જવાની, ફકીરા,
રહે બસ સ્મરણની નિશાની, ફકીરા.
હતા રાજવી, ને હતા રંક સાથે,
મસાણે બધાંની કહાની, ફકીરા.
નમે ઝાડ ફળથી, ન તું કેમ નમતો?
અરે, કાં થયો તું ગુમાની, ફકીરા?
ઘણા ગ્રંથ વાંચ્યા, ઘણા ગ્રંથ લખિયા,
છતાં પ્રેમ કેવળ જબાની, ફકીરા.
પરાગે કહી વાત સીધી-સરળ, જો,
નવી ક્યાં? બધી છે પુરાની, ફકીરા.
– પરાગ રતનપરા
#ગઝલ #ફકીરી #સૂફી #નમ્રતા #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Fakir #SufiWisdom #Humility #KabirTradition #ParagRatanpara