← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફાસલો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તારી અને મારી વચે બસ શ્વાસનો આ ફાસલો,
હોઠે અડે ના હોઠ, છે બસ પ્યાસનો આ ફાસલો.

તું એક ડગલું આવ, હું પણ એક ડગ, તો શું રહે?
એ તો પછી ઝાકળ અને બસ ઘાસનો આ ફાસલો.

કાના સહિત ગોપી બધી ઘૂમી રહી’તી ચાંદની,
રાધા અને કાના વચે, બસ રાસનો આ ફાસલો.

તેં ફોન પર કીધું હતું: ‘આવીશ હું વૈશાખમાં’,
વીતી ગયાં વર્ષો, છતાં એ માસનો આ ફાસલો.

ઊડી ગયો ભમરો, પરાગે ફૂલ હસતું’તું છતાં,
બોલ્યું: ‘બચે છે અંતમાં બસ વાસનો આ ફાસલો.’

– પરાગ રતનપરા

#ગઝલ #અંતર #પ્રેમ #પ્રતીક્ષા #રાધાકૃષ્ણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Distance #Love #Waiting #RadhaKrishna #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપડકાર છેઆગલો લેખ →પાત્ર-કુપાત્ર