← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એવું નથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હોઠ જે મલકે, હૃદય પણ ઝળહળે, એવું નથી,
આંખ કોરી હોય, તો દિલ ના બળે, એવું નથી;
દીપ ઝળહળતો રહે, પણ વાટ તો બળતી રહે,
જે પ્રકાશે, એ ય ખુદ ના ઓગળે, એવું નથી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખતું અને હુંઆગલો લેખ →સિગ્નલ પરનો તિરંગો