← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એકાંતે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હવે પડઘા વગર ચાલે મજાની વાત એકાંતે,
મળે છે આયને જેવી મને મુજ જાત એકાંતે.

ભરેલા ઓરડામાં પણ ઉદાસી સાવ લાગે છે,
અને મેળો ભરાતો હોય છે મધરાત એકાંતે.

નથી બા, તોય માથે કોઈ હળવે હાથ ફેરવતું,
ઉઘડતી સાડલાની એ ગુલાબી ભાત એકાંતે.

હજારો મિત્ર છે ફોને, છતાં ના એક પણ પાસે,
ગજબ છે આ જમાનાની નવી હાલાત એકાંતે.

પરાગે ભીડમાં શોધ્યો, ન પામ્યો ક્યાંય ઈશ્વર પણ,
ખુદાએ ખુદ ધરી છે પ્રેમની સોગાત એકાંતે.

– પરાગ રતનપરા

#ગઝલ #એકાંત #એકલતા #માનીયાદ #આત્મખોજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Solitude #Loneliness #MothersMemory #SelfDiscovery #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખગાડાવાટઆગલો લેખ →માઈલનો પથ્થર