← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એકાંત સાથે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભરું રોજ હું જામ એકાંત સાથે,
વિતાવું સદા શામ એકાંત સાથે.

ન મિત્રો, ન મેળા, ન ઉત્સવ, ન ટોળાં,
હવે થાય છે કામ એકાંત સાથે.

કરું ગોઠડી રોજ ભીંતો કને હું,
હવે સાંકળે ગામ એકાંત સાથે.

ન કો પૂછતું, ‘કેમ છો?’ આ ઘરે તો,
મળે છે જ આરામ એકાંત સાથે.

પરાગે ભરી બાગની ભીડ છોડી,
વસું છું જ ગુમનામ એકાંત સાથે.

– પરાગ રતનપરા

#ગઝલ #એકાંત #એકલતા #વૃદ્ધાવસ્થા #મૌન #પરાગરતનપરા
#GujaratiGhazal #Solitude #Loneliness #OldAge #Silence #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમા અને પત્નીઆગલો લેખ →પાસવર્ડ