એક તક
એક તક આપી દે મને, હું તારા ભીતરે વસી જાઉં,
તારી આંખે ઝાકળ થઈને, તારા હોઠે હસી જાઉં.
તું જો સાંજ બને તો હું તારી છાયામાં ઢળું,
તું જો નદી બને તો હું તારા કાંઠે ગળું;
તું જો પવન બને તો હું ફૂલ થઈ ખસી જાઉં…
એક તક આપી દે મને…
જૂની ભૂલો ભૂલી જા તું, હું ય ભૂલ્યો સઘળું,
તારા માટે મેં તો મારું અભિમાન સૌ ઓગળ્યું;
તું બોલાવે ‘આવ’, તો હું દોડી દોડી ધસી જાઉં…
એક તક આપી દે મને…
પરાગ કહે: આ પ્રેમમાં તો એક જ તક બસ કાફી,
માફ કરી દે, હૈયું ખોલી, આપી દે બસ માફી;
તારા નામની માળા લઈને હું ય હવે જપી જાઉં…
એક તક આપી દે મને…
– પરાગ રતનપરા