એ દિવસ
ઓસરી, ઝૂલો, લખોટી, ને મજાના એ દિવસ,
હાથ પકડી બાપનો ઘૂમ્યા, ખજાના એ દિવસ.
ચોપડીમાં રાખતા’તા પત્ર, ને મળવા જતા,
રોજ શોધી કાઢતા સો સો બહાના, એ દિવસ.
રેડિયો ફરતે બધા બેસી જતા’તા રાતના,
ઝૂમતા સૌ, ગાજતા મીઠા તરાના, એ દિવસ.
આજ ઘરમાં સૌ જુદા, સૌ ફોનમાં ડૂબી ગયા,
એક થાળી, એક છત ને શું જમાના એ દિવસ!
ફૂલ ને ફોરમ સરીખા, એ પરાગે માણિયા,
આંખ ભીંજે, યાદ આવે, ને દિવાના એ દિવસ.
– પરાગ રતનપરા
#ગઝલ #જૂનાદિવસો #બાળપણ #સ્મૃતિ #પરિવાર #પરાગરતનપરા
#GujaratiGhazal #GoodOldDays #Nostalgia #Childhood #FamilyTime #ParagRatanpara