← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડુંગળી રાણી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડુંગળી રાણી, ડુંગળી રાણી, કેટલું રે રડાવે?
કાપું ત્યારે આંસુ લાવે, ભાવ સુણું તો ય લાવે!

શાકવાળો ત્રાજવે તોલે જાણે સોનું તોલે,
ગૃહિણી ખાલી પાકીટ ખોલી ધીમે ધીમે બોલે:
‘ભાઈ, એક જ આપો, ઘરમાં ખાલી સુગંધ ફેલાવે!’
ડુંગળી રાણી…

ચૂંટણી આવે, નેતા આવે, ડુંગળી માળા પહેરે,
સરકારો પણ ડગમગ થાતી ડુંગળીના આ ઘેરે;
રાજાને પળમાં રંક કરે, ને રંકને રાજ અપાવે…
ડુંગળી રાણી…

પરાગ કહે: આ પડ ખોલું ત્યાં પડમાં પડ છે ઝીણાં,
જીવતર જેવી ડુંગળી, ભીતર કશું નહીં, બસ ભીનાં;
છેલ્લું પડ ઊખડે ત્યારે ખાલી હાથ બતાવે…
ડુંગળી રાણી…

– પરાગ રતનપરા

ગીતવ્યંગ
← પહેલો લેખપ્રાર્થનાઆગલો લેખ →ફીલિંગ બ્લેસ્ડ