દોસ્તી
નથી ચિઠ્ઠી, નથી ઘંટી, અને આવી ખરી દોસ્તી,
ઉદાસી જોઈ આંખોમાં, હથેળીમાં ભરી દોસ્તી.
મને ડૂબી જતો જોતાં, કશું પૂછ્યા વિના કૂદ્યો,
પછી મોજાં ઉપર મારી સગી થઈને તરી દોસ્તી.
ઘણાં વર્ષો પછી ભેટ્યા, નહીં રોષો, નહીં ગાંઠો,
તપીને આગમાં, સોના સમી પાછી ઠરી દોસ્તી.
ઉધારે પાંચસો લીધા, હજી પાછા નથી આપ્યા,
છતાં માગે ફરી જ્યારે, ધરું હું — એ ફરી દોસ્તી!
પરાગે આંખ મીંચી, ત્યાં ચિતાની પાસ જે મિત્રો
રડી, ને ધૂપની સાથે, હવામાં થઈ સરી દોસ્તી.
– પરાગ રતનપરા
#ગઝલ #દોસ્તી #ભાઈબંધ #મૈત્રી #સાથ #પરાગરતનપરા
#GujaratiGhazal #Friendship #TrueFriend #Bond #TogetherAlways #ParagRatanpara