← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દૂર છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માવડીનો હવે ઓરડો દૂર છે,
આંગણે, લીમડે, છાંયડો દૂર છે.

વાદળો ગાજતાં, હું અહીં ભીંજતો,
ખેતરે ઘાસનો ઝૂંપડો દૂર છે.

થાળમાં છે બધું, ભૂખ પણ છે છતાં,
માતના હાથનો ટૂકડો દૂર છે.

ડૉલરો છે, અહીં કાર છે, બંગલો,
ગામમાં કૂદતો વાછડો દૂર છે.

આ ‘પરાગે’ ભરી મ્હેક સૌ બાગમાં,
મૂળનો, ગામનો ફૂલડો દૂર છે.

– પરાગ રતનપરા

#ગઝલ #વતનઝુરાપો #મા #ગામ #પરદેશ #પરાગરતનપરા
#GujaratiGhazal #Homesickness #MothersRoom #VillageLife #Diaspora #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખબાપુઆગલો લેખ →પહેલી મુલાકાત