← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડિજિટલ ધૂળેટી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રંગથી ભીંજાઈ જાતાં ગામ, શેરી, ગાલ પણ,
ને ગુલાબી થઈ જતું’તું માવડીનું વ્હાલ પણ;
આજ તો ફોને જ આવે રંગના ફોટા બધા,
રંગ પણ ડિજિટલ થયા, ડિજિટલ થયા છે હાલ પણ.

– પરાગ રતનપરા

મુક્તકહાસ્ય
← પહેલો લેખધબકારઆગલો લેખ →નહીં આવું