ઢીંગલી
ઓરડે બેઠી રહે છે સાવ ખાલી ઢીંગલી,
દીકરીને એક વેળા ખૂબ વ્હાલી ઢીંગલી.
એ જ એને ચોટલા ગૂંથી સજાવી રાખતી,
બોલતી: ‘મારી સખી’, ને સંગ ચાલી ઢીંગલી.
રમત રમતામાં જ પરણાવી હતી એણે કદી,
આજ એ પોતે જ પરણી દૂર હાલી, ઢીંગલી.
ફોન પર પૂછું: ‘મજામાં?’ તો કહે: ‘હા, બહુ મજા’,
તોય આંખોમાં છુપાવે રોજ લાલી ઢીંગલી.
આ પરાગે જિંદગીભર જે રમાડી હાથમાં,
એ જ આજે કોઈ બીજો હાથ ઝાલી, ઢીંગલી.
– પરાગ રતનપરા
#ગઝલ #દીકરી #વિદાય #પિતા #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Daughter #FathersLove #Farewell #ChildhoodDoll #ParagRatanpara