← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દેજે મને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના ધન, ન ગાદી, ના મુગટ, થોડી વ્યથા દેજે મને,
આંખો રહે ભીની સદા, એવી દુઆ દેજે મને.

જેનાં ય દિલ મેં તોડિયાં, એની ગણી ભૂલો નહીં,
એ સર્વનો બદલો મળે, એવી સજા દેજે મને.

ડૉક્ટર કહે છે: ‘ખાંડ ઓછી, તેલ ઓછું, ઘી નહીં’,
હે નાથ, તો સપનાં મહીં મીઠી દવા દેજે મને!

દુશ્મન ભલે હો ગામમાં, ઝાઝા ભલે પથ્થર પડે,
હૈયે ન હો કડવાશ, બસ દિલથી ક્ષમા દેજે મને.

માગ્યું પરાગે ના કશું, બસ ફૂલને ખીલ્યા પછી,
ઊડી શકું દિશ દશ સુધી, એવી હવા દેજે મને.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રાર્થના #સંવેદના #ક્ષમા #હળવાશ #પરાગરતનપરા
#GujaratiGhazal #Prayer #GiveMeTears #Forgiveness #Compassion #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખના મનાયઆગલો લેખ →કોનો નેહ?