← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દરિયે ગયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જાળ લઈને ભોર ટાણે દીકરો દરિયે ગયો,
મા કહે ‘ના જા’, છતાં એ બાવરો દરિયે ગયો.

સાંજ પડતાં બારણે દીવો ધરી બેઠી હતી,
આવશે, આવે નહીં — એ સાંવરો દરિયે ગયો.

નીરમાં લીટી નથી, પણ સરહદો સાચી હતી,
શ્વેત દાઢી સાથ પાછો, છોકરો દરિયે ગયો.

રેતમાં પગલાં હતાં, મોજું ગયું ભૂંસી બધાં,
એક નાનો રેતનો બસ ટેકરો દરિયે ગયો.

આ પરાગે પણ ગઝલની નાવ મૂકી ધારમાં,
શબ્દ તરતા, અર્થનો તો કાંકરો દરિયે ગયો.

– પરાગ રતનપરા

#ગઝલ #માછીમાર #દરિયો #મા #પ્રતીક્ષા #પરાગરતનપરા
#GujaratiGhazal #Fisherman #Sea #MothersWait #LostAtSea #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખરીસ મૂકી દેઆગલો લેખ →પડકાર