← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડાયટનું ગીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડાયટ મારું ચાલે છે, ભાઈ, ડાયટ મારું ચાલે,
સવારે ભૂખ્યો રહું છું ને રાતે ફાફડા ઝાલે!

જિમનું કાર્ડ કઢાવ્યું, લીધા બૂટ નવા ને ટ્રૅક,
પહેલે દિ’ તો સેલ્ફી લીધી, બીજે દિ’ દુખી પીઠ-બૅક;
ત્રીજે દિ’થી જિમની ફી ને ખુરશી બંને પાકી —
ડાયટ મારું ચાલે…

ગ્રીન-ટી પીધી, સલાડ ખાધું, ગણી ગણીને કૅલરી,
સામે થાળી આવી ત્યાં તો ભૂલ્યો આખી થિયરી;
બાએ કીધું: ‘એક જ લાડુ’, ને મેં ખાધા ચાર,
વજન-કાંટો બોલ્યો: ‘ભાઈ, હવે તો મને તું માર!’
ડાયટ મારું ચાલે…

પરાગ કહે: આ પેટ નથી, આ તો ગુજરાતી ગૌરવ,
ઢોકળાં, ખમણ, ફાફડા વિના સૂનો આખો ઉત્સવ;
‘કાલથી પાક્કું ડાયટ’ — પણ એ ‘કાલ’ કદી ના આવે!
ડાયટ મારું ચાલે…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખહાલરડુંઆગલો લેખ →ગરબો