ડાયરામાં
જમાવી ગયા છે મજા ડાયરામાં,
ફરકતી ગઝલની ધજા ડાયરામાં.
ભજન કોઈ ગાયે, દુહો કો' ઉપાડે,
નથી મૌનને પણ સજા ડાયરામાં.
અમીરો-ગરીબો સમોવડ બિરાજે,
બને છે નૃપો પણ પ્રજા ડાયરામાં.
નશો છે કસુંબલ, ભુલાયા ગમો સૌ,
મળે છે ફિકરને રજા ડાયરામાં.
પરાગી ગઝલ સાંભળી મોત પોતે,
વિસારી ગયું નિજ કજા ડાયરામાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ડાયરો #લોકસંસ્કૃતિ #કાઠિયાવાડ #મ્હેફિલ #પરાગરતનપરા
#GujaratiGhazal #Dayro #FolkCulture #Kathiyawad #Gathering #ParagRatanpara