ડાઈ કરેલા વાળ
દાદાએ વાળને ડાઈ કર્યા, ને મૂછોને કરી કાળી,
પણ ભમ્મર તો ધોળી રહી, ને દાદી હસી પડ્યાં તાળી પાડી.
જીન્સ પહેર્યું, ને ગોગલ્સ ચડાવ્યાં, બૂટ પહેર્યા સફેદ,
બગીચે જઈ જોગિંગ કરતાં, હાંફી ગયા બે ડગલે છેક;
બાંકડે બેસી દવા ગળી, ને બોલ્યા: ‘આ તો ઠંડી ભારી.’
દાદાએ વાળને ડાઈ કર્યા…
ફેસબુક પર ફોટો મૂક્યો, ‘યંગ એટ સિક્સ્ટી-નાઈન’,
પૌત્રીએ કૉમેન્ટ લખી, ‘દાદુ, ચશ્માં વગર તો ફાઈન!’
ચોકઠું કાઢી હસ્યા દાદા, ને ભાંગી પડી આખી સવારી.
દાદાએ વાળને ડાઈ કર્યા…
દાદી બોલ્યાં, ‘ધોળા વાળમાં જ તમે લાગતા'તા રાજા’,
પરાગ કહે, જોબન તો મનમાં, ને બાકી બધાં વાજાં;
દાદાએ ડાઈની બાટલી ફેંકી, ને દાદીને ચૂમી લીધી ગાલી.
દાદાએ વાળને ડાઈ કર્યા…
– પરાગ રતનપરા