ચૂપચાપ
જિંદગીની દોર જોતાં ક્યાંક છૂટી ચૂપચાપ,
દીવડાની વાટ જાણે સાવ ખૂટી ચૂપચાપ.
રોજ બા માળા જપે ને રામ ગાતી’તી સદા,
આખરે શ્વાસો સમી એ માળ તૂટી ચૂપચાપ.
પાનખરમાં ઠૂંઠ ઊભું’તું, ન ધબકારો હતો,
તોય એમાં એક કૂંપળ રાત ફૂટી ચૂપચાપ.
ના બુકાની, ના તમંચા, ના કશો હોહા થયો,
તોય આખી બૅંક એણે સાવ લૂંટી ચૂપચાપ.
આ ‘પરાગે’ મંચ, મેળા ને બધી તાળી તજી,
રાતભર એકાંતમાં બસ, ગઝલ ઘૂંટી ચૂપચાપ.
– પરાગ રતનપરા
#ગઝલ #વિદાય #મૌન #આશા #સાધના #પરાગરતનપરા
#GujaratiGhazal #QuietDeparture #Silence #NewBeginnings #QuietCraft #ParagRatanpara