← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચૂંદડીની ચોરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારી ચૂંદડીમાં ચાંદલિયો ટાંક્યો રે લોલ,
એને નણદીએ આંખ્યુંમાં આંક્યો રે લોલ.

નણદી કે’: ‘ભાભી, મને ચૂંદડી આલો,
મારે મેળે જાવું, મને રંગ લાગે વ્હાલો;’
મેં તો પાલવની કોરે મારો સાયબો બાંધ્યો,
એનો છેડલો મેં હૈયાને હાથે સાંધ્યો રે લોલ.
મારી ચૂંદડીમાં…

સાસુ બોલ્યાં: ‘વહુ, આવડો તે શો મોહ?
એક ચૂંદડીમાં શું છે તે આટલો વિછોહ?’
મેં તો હસીને કીધું: ‘બા, એમાં લીલું પિયર,
ને રાતો છે પિયુ, પીળો પીઠીનો દિયર!’ રે લોલ.
મારી ચૂંદડીમાં…

પરાગ કહે: આ ચૂંદડી નહીં રે બાઈ,
એમાં વણી લીધી નારની આખી વડાઈ;
નણદી, તારે માટે લાવું નવલી ભાત,
પણ આ ચૂંદડીમાં ગૂંથી છે મારી પહેલી રાત રે લોલ.
મારી ચૂંદડીમાં ચાંદલિયો ટાંક્યો રે લોલ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખછૂટા શેર ૪૪૪૬–૪૪૬૫આગલો લેખ →રોંગ નંબર