← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છુપાવ્યું છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હસીને મેં હૃદયનું દર્દ ગીતોમાં છુપાવ્યું છે,
પરાજયનું હતું જે દુઃખ, જીતોમાં છુપાવ્યું છે.

અભાવો બાળપણના, ને પિતાનો ભાર કરજોનો,
બધું બાએ હસીને સરળ રીતોમાં છુપાવ્યું છે.

ઘણાં કૌભાંડ નેતાજી કરીને પણ હસે ખુલ્લા,
બધું એણે સગાં ને ખાસ મીતોમાં છુપાવ્યું છે.

વળાવી દીકરી ત્યારે પિતાની આંખ જે છલકી,
હસીને ભેટતાં, એ દુઃખ પ્રીતોમાં છુપાવ્યું છે.

પરાગે ફૂલના હૈયે વસીને આટલું જાણ્યું:
બધું ખુદનું, સહજ ભાવે, પરહિતોમાં છુપાવ્યું છે.

– પરાગ રતનપરા

#ગઝલ #છુપીવેદના #મા #પિતા #દીકરી #પરાગરતનપરા
#GujaratiGhazal #HiddenPain #SilentSacrifice #ParentsLove #DaughtersFarewell #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપ્લાસ્ટિકનાં ફૂલઆગલો લેખ →ચિતાનાં લાકડાં