← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૧૨૦૮–૧૨૧૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૧૨૦૮.
આંખમાં નીર છે, હોઠ પર ગીત છે,
જિંદગી, તું ય કેવી અજબ રીત છે.

૧૨૦૯.
દીકરો દૂર છે, ફોન પણ મૌન છે,
મા હજી બારણે રાહ જોતી રહી.

૧૨૧૦.
ભાવ આકાશમાં, ને પગારો તળે,
આદમીની કમર રોજ ભાંગી જતી.

૧૨૧૧.
તું હસે, તો ઉગે ચાંદની રાતમાં,
તું રડે, તો ઝરે આભનાં વાદળાં.

૧૨૧૨.
માવડી ના રહી, ઘર થયું મૌન સૌ,
ઓરડે ઓરડે એકલો દીપ છે.

૧૨૧૩.
આ ‘પરાગે’ સજાવી ગઝલ-વાટિકા,
ને પવનને સુગંધી મળી મફતમાં.

૧૨૧૪.
કાલ બાળક હતો, આજ ઘરડો થયો,
આયખું એક પળમાં જ ઢળતું ગયું.

૧૨૧૫.
મેઘ ગાજે, ટહુકતા મયૂરો બધે,
ને ધરા ઓઢતી લીલુડો સાડલો.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૧૨૦૦–૧૨૦૭આગલો લેખ →છૂટા શેર ૧૨૧૬–૧૨૬૫