← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છોડી ગયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફ્લેટમાં આવ્યા અમે ને આંગણું છોડી ગયું,
લીમડો ઝૂલ્યો નહીં ને પારણું છોડી ગયું.

બેલ વાગે, કાચમાંથી કોણ છે, એ ઓળખું,
‘આવ’ બોલી ખૂલતું જે, બારણું છોડી ગયું.

હીટરો ને ધાબળા છે, પણ શિયાળે રાત પર
વારતાઓ ગૂંથતું એ તાપણું છોડી ગયું.

ગેસના ચૂલે બધું ઝટપટ બને છે આજકાલ,
મંદ આંચે મ્હેકતું એ રાંધણું છોડી ગયું.

આ ‘પરાગે’ સુખ ખરીદ્યાં, ઘર ભરી દીધું છતાં,
બા સમું જે હૂંફ દેતું, ઓઢણું છોડી ગયું.

– પરાગ રતનપરા

#ગઝલ #ગામ #ફ્લેટજીવન #ખોવાયેલુંઘર #સ્થળાંતર #પરાગરતનપરા
#GujaratiGhazal #VillageToCity #LostHome #Nostalgia #Migration #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઇચ્છા વગરઆગલો લેખ →ઓચિંતું ઝાપટું