← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છે ઝાડને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પાન ખરતું જોઈ મૂંગી વેદના છે ઝાડને,
તોય કૂંપળ ફૂટશે, એ ચેતના છે ઝાડને.

કાપવા આવ્યો કુહાડો લઈ, જરા થાકી ગયો,
છાંયડે એને સુવાડ્યો, સાંત્વના છે ઝાડને.

ફાઈલોમાં જંગલો ઊગી ગયાં, ફોટા સહિત,
ઊગવાની ભોંય પર બસ કલ્પના છે ઝાડને.

ડાળથી ઊડી ગયાં પંખી, હવે ના એક પણ,
સાચવી ખાલી ઘરોને, યાતના છે ઝાડને.

ફૂલ ખેરી, ફળ ધરી, ઊડ્યું પરાગે વાયરે,
જિંદગીભર આપવાની પ્રાર્થના છે ઝાડને.

– પરાગ રતનપરા

#ગઝલ #વૃક્ષ #પર્યાવરણ #ક્ષમા #ત્યાગ #પરાગરતનપરા
#GujaratiGhazal #TreeOfLife #Environment #Forgiveness #SelflessGiving #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખરહીને પણઆગલો લેખ →પ્લૅટફૉર્મ