છે દોસ્તી
રડે ત્યારે હસાવે જે, મધુર એ બોલ છે દોસ્તી,
બધાં રોકે, છતાં વાગે, અલગ એ ઢોલ છે દોસ્તી.
દુકાળે ખેતરો સૂકાં, ઉદાસી ગામમાં ફેલી,
ભરે કોઠાર જે ખાલી, લચેલો મોલ છે દોસ્તી.
ન જોતી ધન, ન જોતી પદ, ન પૂછે જાત કે નાતો,
હૃદયથી જે હૃદય જોખે, ખરો એ તોલ છે દોસ્તી.
ખરીદી ના શકે એને, ભલે લાખો કરોડો દે,
બજારોમાં ન વેચાતો, રતન અણમોલ છે દોસ્તી.
પરાગે ફૂલને પૂછ્યું: ‘પવન સાથે તને શું છે?’
કહે: ‘જે મ્હેક લઈ ઊડે, કરે કલ્લોલ, છે દોસ્તી.’
– પરાગ રતનપરા
#ગઝલ #દોસ્તી #મૈત્રી #ભાઈબંધ #સંબંધ #પરાગરતનપરા
#GujaratiGhazal #Friendship #TrueFriends #PricelessBond #Brotherhood #ParagRatanpara