← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છે આયનો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ પૂછે, ‘કોણ છે તું?’, બાવરો છે આયનો,
જે છુપાવું એ બતાવે, આકરો છે આયનો.

હાથમાંથી જ્યાં સરક્યો, ભોંય પર ફૂટ્યો, અને
સો મુખો ભાળું હવે, ને ઠીકરો છે આયનો.

બ્હાર જાઉં ક્યાં? બધે મારી જ છાયા, શું કરું?
જાતને જોયા કરું, આ પાંજરો છે આયનો.

બંધ ઘરમાં કોઈ ના આવે, ન કો’ બોલે કશું,
એકલાની વાત સુણતો, આસરો છે આયનો.

આ ‘પરાગે’ જોઈ એમાં એક દી’ પ્રિયની છબી,
ફાગણે રંગાઈ ગ્યો, ને ખાખરો છે આયનો.

– પરાગ રતનપરા

#ગઝલ #અરીસો #ઓળખ #આત્મદર્શન #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirror #Identity #SelfImage #Reflection #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહથેળીમાંઆગલો લેખ →રાહ જો