← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચર્ચા ચાલે છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચર્ચા ચાલે છે, ભાઈ, ચર્ચા ચાલે છે,
ગામ આખું બળે છે ને ચેનલ પર ચર્ચા મ્હાલે છે!

સાંજ પડે ને સાત ખાનામાં સાત જણા ગોઠવાય,
એક બોલે ત્યાં બીજો ગરજે, ત્રીજો ગાળો ખાય;
વચમાં બેઠો એન્કર ત્રાડે: ‘દેશ જવાબ માગે છે!’ —
ચર્ચા ચાલે છે…

પૂર આવ્યું તો ચર્ચા, દુકાળ પડ્યો તો ચર્ચા,
ખેડૂત મરે તો ‘બ્રેકિંગ ન્યૂઝ’, પછી જાહેરાતના ખર્ચા;
લાશ ઉપર પણ ‘ટીઆરપી’નો ઝંડો ફરકાવે છે —
ચર્ચા ચાલે છે…

પરાગ કહે: આ શોરબકોરમાં સાચું ક્યાં સંભળાય?
ભૂખ્યા પેટની ચીસ તો ‘મ્યૂટ’ થઈ જાય;
રિમોટ લઈને જનતા બિચારી ટીવી સામે હાલે છે —
ચર્ચા ચાલે છે…

– પરાગ રતનપરા

ગીતવ્યંગ
← પહેલો લેખડોશીમાની વસંતઆગલો લેખ →પગાર