ચાળી જુઓ
સુણો કાનથી વાત, ચાળી જુઓ,
હવે આપની જાત ચાળી જુઓ.
ઘણા હાસ્યની પાછળે છે છરી,
ગળે જે મળે, ઘાત ચાળી જુઓ.
ભલે રેશમી રૅપરે ભેટ હો,
મળી જે ય સોગાત, ચાળી જુઓ.
હશે ઢોલ, ઝંડા, વળી ભાષણો,
મળે વોટ-ખેરાત, ચાળી જુઓ.
પરાગે હવામાં સુગંધી ભરી,
હવાની ય ઔકાત ચાળી જુઓ.
– પરાગ રતનપરા
#ગઝલ #વિવેક #સત્ય #દંભ #આત્મખોજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Discernment #TruthAndLies #SiftTheWorld #SelfExamination #ParagRatanpara