← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાખી છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રડી લીધું, હૃદય હળવું, હવે ઘટના ય ઝાંખી છે,
ગયું તોફાન, કાંઠે માત્ર ભીની રેત રાખી છે;
સહે જે ભીતરે સઘળું, ન રોવે એક પણ ટીપું,
છુપાવેલી બધી ઘટના, ગળે એણે ય ચાખી છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવસવું ગમેઆગલો લેખ →વેચ્યું નથી