← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભીતરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંગણે દીવા હજારો, સાવ કાળું ભીતરે,
દ્વાર ખોલ્યાં વિશ્વનાં, ને બંધ તાળું ભીતરે.

તીર્થ-જળમાં સ્નાન કીધું, ને ઘસી આ દેહ પણ,
દેહ ચોખ્ખો થઈ ગયો, ને એ જ જાળું ભીતરે.

દ્વારિકા, કાશી, મદીના, તીર્થ ફરિયો સૌ, છતાં
શ્યામ તો બેઠો હતો, ઘર જ્યાં નિરાળું ભીતરે.

વેર, ઈર્ષા, ક્રોધ, લાલચ, સૌ ભરેલાં ઓરડે,
દીવડાથી એ બધું હું આજ બાળું ભીતરે.

ગંધ શોધી બાગમાં, ને ફૂલ ખીલ્યું આંખમાં,
આ પરાગે દીપ લઈ, ચાલો ઉજાળું ભીતરે.

– પરાગ રતનપરા

#ગઝલ #અધ્યાત્મ #અંતરયાત્રા #તીર્થ #આત્મદીપ #પરાગરતનપરા
#GujaratiGhazal #Spirituality #InnerJourney #Pilgrimage #InnerLight #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખબે સ્ટેશન વચ્ચેઆગલો લેખ →ઘડપણ