ભીતર જરા
હવે બારણે આવ, ભીતર જરા,
ઉજાસો નવા લાવ ભીતર જરા.
અહીં સાવ સૂકી પડી છે ધરા,
ગુલાબો જ તું વાવ ભીતર જરા.
નથી માગતો હું દવા કે દુઆ,
કદી જોઈ લે ઘાવ ભીતર જરા.
વહે છે તરસનો સમંદર અહીં,
બનીને કદી નાવ ભીતર જરા.
પરાગે ધરી મ્હેક તારે ચરણ,
મને આપ તું છાંવ ભીતર જરા.
– પરાગ રતનપરા
#ગઝલ #ભીતર #આમંત્રણ #પ્રેમ #અંતરયાત્રા #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerWorld #Invitation #LoveAndLonging #Healing #ParagRatanpara