ભીંત
એક ચૂલો, એક આંગણ, ભાઈ બે ભેગા હતા,
બાપની છાયા તળે સાથે ઘણું હસતા હતા;
બાપ ગ્યા ને એક રાતે ભીંત ઊગી આંગણે,
ભીંતને બંને તરફથી, બેઉ જણ રડતા હતા.
– પરાગ રતનપરા
એક ચૂલો, એક આંગણ, ભાઈ બે ભેગા હતા,
બાપની છાયા તળે સાથે ઘણું હસતા હતા;
બાપ ગ્યા ને એક રાતે ભીંત ઊગી આંગણે,
ભીંતને બંને તરફથી, બેઉ જણ રડતા હતા.
– પરાગ રતનપરા