← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભીંજાઈએ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લાગણીના બાગને ક્યારેક પાણી પાઈએ,
સાવ કોરું થાય એ પૂર્વે જરા ભીંજાઈએ;
સાથ, સગપણ, પ્રેમ એ તો છોડ જેવાં છે, સખા,
આંસુઓ સીંચ્યા વિના ક્યાંથી હવે મ્હોરાઈએ?

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમજૂરની હથેળીઆગલો લેખ →દીવાટાણું