ભીડમાં એકલો
કોને કહું? હું ભીડમાં ઊભો સાવ રે એકલો,
હસતાં મોઢાં ચોગરદમ, ને ભીતર ખાલી ખેતરો.
પાર્ટીમાં સંગીત વાગે, ગ્લાસ અથડાય ઝાઝા,
સૌ પૂછે: ‘કેમ છો?’ ને ઉત્તર સાંભળવા ન તાજા;
મારી વાત તો અધવચ્ચે જ ઊડી ગઈ થઈ ધુમાડો…
કોને કહું?…
ફોનમાં હજાર મિત્રો, જન્મદિને શુભેચ્છા લાખ,
પણ તાવ ચડ્યો ત્યારે રાતે કોણ મૂકે માથે હાથ?
ચારે દીવાલો સાંભળે, ને ઓશીકું પીએ નિસાસો…
કોને કહું?…
પરાગ કહે: આ એકલતા તો આયનો બનીને આવી,
ભીડ ગઈ ત્યારે જાતને મળ્યો, ને જાતે વાત ચલાવી;
ભીતર એક જણ બેઠો’તો, જે સૌથી નજીક, સાચો…
કોને કહું?…
– પરાગ રતનપરા