← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભગવાનને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાલ ઊઠીને બજારે વેચશે ભગવાનને,
પાવતીના ભાવથી સૌ તોલશે ભગવાનને.

બારણે ઊભો ભિખારી, કોઈ એને ના જુએ,
પથ્થરો પર દૂધ ઢોળી પૂજશે ભગવાનને.

ધર્મના નામે લડીને ઘર બળે છે ગામમાં,
રંગના ઝંડે ચડાવી બાંધશે ભગવાનને.

આફતે રોયા ઘણું ને માનતા માની ઘણી,
સુખ જરા આવ્યું, તરત એ ભૂલશે ભગવાનને.

ભરબપોરે ખેતરે સૌ હળ ચલાવે છે, ‘પરાગ’,
જે પસીને ન્હાય, એ ત્યાં ભાળશે ભગવાનને.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #ધર્મ #આસ્થા #દંભ #પરાગરતનપરા
#GujaratiGhazal #ReligiousSatire #FaithForSale #Hypocrisy #TrueDevotion #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખથઈને આવજેઆગલો લેખ →જીવે છે અહીં