← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભાઈબંધી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જ્યાં ઉજવણી હોય ત્યાં એ ક્યાંય દેખાતો નથી,
ને પડું હું ખાઈમાં, તો એ ય ગભરાતો નથી;
એ નથી દેતો દિલાસા, કે નથી દેતો સલાહ,
ચા ધરે, ને ચૂપ બેસે પાસ, ને જાતો નથી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવીરાની રાખડીઆગલો લેખ →કોને ખબર?