← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભાઈબંધ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભાઈબંધ તો ભાઈ, આવા જ હોય,
ખિસ્સું ખાલી ને દિલ ભરેલું હોય…

નિશાળેથી ભાગી આંબલીએ ચડ્યા, પકડાયા તો ભેગો માર ખાધો,
એક જ બીડી પાંચે ફૂંકી, ને ખાંસી ખાંસીને રડવાનો વારો આવ્યો;
ઉધાર લીધા પૈસા પાછા માગો, તો કહે: ‘કાલે, હોય!’…
ભાઈબંધ તો ભાઈ…

લગનમાં નાચ્યા નાગિન-ડાન્સે, ઘોડા આગળ ધૂળ ઉડાડી,
દુઃખના દહાડે વગર બોલાવ્યે આવી ઊભા, ના ફરિયાદ માંડી;
હૉસ્પિટલની બહાર જે રાતભર જાગે, એવા બે-ચાર જ હોય…
ભાઈબંધ તો ભાઈ…

પરાગ કહે: ભગવાને લોહીના સંબંધ ગણ્યા ગણીને,
ને ભાઈબંધ દીધા બોનસમાં, હસતાં હસતાં ચૂંટીને;
જેના ખભે માથું મૂકી રડાય, ત્યાં જ ખરું ઘર હોય…
ભાઈબંધ તો ભાઈ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખછેડ નાઆગલો લેખ →છત્રી