← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બેની આવી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘરમાં આવી નાની બેની, રૂના પોલ જેવી,
આંખો મીંચી સૂતી રહે ને મુઠ્ઠી વાળે એવી!

દાદા બોલ્યા, ‘લક્ષ્મી આવી’, દાદી ગાતાં હાલાં,
પપ્પા પાડે ફોટા, મમ્મી ચૂમે ગાલ એના વ્હાલા;
મેં પણ મારી ચોકલેટનો અડધો ટુકડો રાખ્યો,
દાંત નથી તો શું થયું? મેં હેતે ખિસ્સે નાખ્યો!
ઘરમાં આવી નાની બેની…

રડે તો આખું ઘર જાગે, હસે તો ઊગે સૂરજ,
હું તો હવે ‘મોટો ભાઈ’ ને માથે મોટી ફરજ;
નિશાળમાં જઈ કહીશ સૌને, ‘મારે બેની આવી,
ભગવાને મારા માટે આ ઢીંગલી ખાસ બનાવી!’
ઘરમાં આવી નાની બેની…

પરાગ કહે: આ અડધી ચોકલેટ આખી ઉંમર ચાલે,
ભાઈ-બેનના હેતની ગાંઠે સાતે જનમ મ્હાલે;
રાખડીના એક તાંતણે બાંધ્યું આખું ઘર એવી…
ઘરમાં આવી નાની બેની…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહરિ, હવે ઝાંપો ખોલોઆગલો લેખ →તણખલું