← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બે ટિક

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાગળે લખતા હતા, પાછા જવાબો આવતા,
વાટ જોતાં વર્ષ વીતે, તોય સૌ ના થાકતા;
આજ સંદેશો ક્ષણોમાં જાય, તોયે પણ જુઓ,
બે ઘડીમાં ‘બ્લૉક’ મારી, બેઉ જણ છટકી જતા.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખપડકારેઆગલો લેખ →હસીને