← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બે સ્ટેશન વચ્ચે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બે સ્ટેશનની વચ્ચે મળ્યા, ને વહેંચ્યા સીંગ-ચણા,
ઊતરી ગ્યો એ ઓચિંતો, ને ભૂલ્યો નામ-ઠેકાણાં.

બારી પાસે બેઠો’તો એ, વાતો કરતો ગામની,
મા ને ખેતર, ગાય ને કૂવો, બહેનના નવા કામની;
એક જ ડબ્બો, એક જ ધાબળો, બેઉનાં સપનાં નાના…
બે સ્ટેશનની વચ્ચે…

ચાની પ્યાલી અડધી અડધી, હસ્યા બે-ચાર વાર,
ગાડી દોડે, ઝાડ દોડે, ને દોડે આ સંસાર;
‘ફરી મળીશું’ કીધું, પણ ક્યાં? ના પૂછ્યા એ ઠાણાં…
બે સ્ટેશનની વચ્ચે…

પરાગ કહે: આ જીવન પણ, એક ગાડીનો ડબ્બો,
કોઈ ચડે, કોઈ ઊતરે, રહે ના કોઈ સદા સગ્ગો;
જે ઘડી સાથે હસ્યા, બસ એ જ ઘડીનાં ગાણાં…
બે સ્ટેશનની વચ્ચે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખધીરજ ધરોઆગલો લેખ →ભીતરે