← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બે કપ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ બે કપ ચા સવારે મેજ પર મૂકાય છે,
એક દાદા પી જતા, ને એક ઠંડો થાય છે;
બા ગયાંને પાંચ વર્ષો થઈ ગયાં, તોયે હજી
એ જ ઠરતી ચા મહીં આખો પ્રણય દેખાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસાચું ભજનઆગલો લેખ →ટોચ પર