← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બખિયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફાટલા આ આયખાના ઘાવને સીવી દઉં,
સ્નેહના દોરા વડે સૌ ભાવને સીવી દઉં.

બા ગયાં ને બારણે ખાલી રહી ખુરશી હવે,
એ તિરાડે ફાટતી આ વાવને સીવી દઉં.

જે મને લઈ જાય પાછો બાળપણના ઘાટ પર,
એ સઢે ફાટી ગયેલી નાવને સીવી દઉં.

જાત સાથે રોજ લડતો, રોજ હું હારી જતો,
આજ મારી સાથના એ દાવને સીવી દઉં.

આ પરાગે સોય લીધી શબ્દની, દોરો વ્યથા,
ઈશ્વરે ના સાંભળી એ રાવને સીવી દઉં.

– પરાગ રતનપરા

#ગઝલ #દરજી #જીવન #સ્મરણ #સાંધણ #પરાગરતનપરા
#GujaratiGhazal #StitchingLife #Healing #MemoryOfMother #InnerWounds #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમાણસ સુધીઆગલો લેખ →અવિનાશી