← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાપુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખની ભીનાશને હસતાં છુપાવી બાપુએ,
દીકરીની જાનને હરખે વળાવી બાપુએ.

જાન ચાલી, ને ઝરૂખો સાવ સૂનો થઈ ગયો,
ઢીંગલી એની પછી છાતી લગાવી બાપુએ.

ચંપલો સાંધ્યાં અને ચાલ્યા પગે આખી ઉમર,
ને મને દફતર નવાં, પાટી અપાવી બાપુએ.

વર્ષ નબળું, મોલ સૂકો, તોય ના ચિંતા કરી,
રોટલો છેલ્લો હતો, એ પણ બચાવી બાપુએ.

‘કેમ ના રડતા કદી?’ — પૂછ્યું પરાગે એક દી,
મૂછને વળ દઈ, હસીને એ ઉડાવી બાપુએ.

– પરાગ રતનપરા

#ગઝલ #બાપુ #પિતા #દીકરીનીવિદાય #ત્યાગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Father #FathersLove #DaughtersFarewell #SilentSacrifice #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહેતનું ભાથુંઆગલો લેખ →તમાશબીન