← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાકી નથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજના સંઘર્ષમાં આંખે નમી બાકી નથી,
હોઠ પર તો છે હસી, ભીતર ખુશી બાકી નથી.

પેટિયું રળવા ગયો’તો હું પરાયા દેશમાં,
ગામ આવી ને નિહાળ્યું, એ ગલી બાકી નથી.

ફૂલ તોડી, હાર ગૂંથી, હાટમાં વેચ્યાં બધાં,
ડાળ પર એકે ય ખીલેલી કળી બાકી નથી.

પાદરે ઊભા થયા છે ફ્લૅટ ઊંચા કાચના,
ખેતરો વેચાઈ ગ્યાં, ને એ નદી બાકી નથી.

પથ્થરોમાં પણ પરાગે ભેજ જોયો છે, પછી
કોણ બોલે આદમીમાં લાગણી બાકી નથી?

– પરાગ રતનપરા

#ગઝલ #લાગણી #સંવેદના #પરદેશ #ગામ #પરાગરતનપરા
#GujaratiGhazal #Emotions #LostVillage #Migration #HumanTouch #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખએકલો જાજેઆગલો લેખ →પછી