← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બૅટરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દિવસ આખો ફોન ચાલ્યો, રાત ખૂટી બૅટરી,
શોધતાં ચાર્જર, હૃદયની સાથ તૂટી બૅટરી.

રીલ જોયા રાતભર, ને ફોન ગરમાયો ઘણો,
ને સવારે થઈ ધડાકો, ત્યાં જ ફૂટી બૅટરી.

ચોર પેઠો રાતના, પણ ઘર હતું સૂનું, તરત
ભાગતાં રીમોટમાંથી એક લૂંટી બૅટરી.

એ જ દાદાની ઘડી અટકી, સમય થંભી ગયો,
સાંજ ઢળતાં, જીવમાંથી એમ છૂટી બૅટરી.

આ ‘પરાગે’ ફોન જોડ્યો, સાદ બાનો કાનમાં,
જિંદગીની જોતજોતાં ચાર્જ ઊઠી બૅટરી.

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્ય #મોબાઈલ #જીવન #મા #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #PhoneAddiction #LifeBattery #MothersVoice #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખપડઘા પડેઆગલો લેખ →પહેલો વરસાદ