અરે મનવા
ભટકતો આમ ક્યાં લગ તું? ઘરે જાશે, અરે મનવા?
ઉછીના સૂર લઈ ક્યાં લગ નવું ગાશે, અરે મનવા?
હજી આવી નથી જે કાલ, એની બીક શાને છે?
મજાથી આજ જીવી લે, થવું થાશે, અરે મનવા.
ભરે છે તું તિજોરી ને ગણે છે નોટ રાતે પણ,
તરસ લાગી જશે અંતે, કશું પાશે, અરે મનવા?
ઘણા ગ્રંથો, ઘણાં શાસ્ત્રો, ઘણા પંડિત, ઘણા સંતો,
છતાં બેસીશ મૌને તો જ સમજાશે, અરે મનવા.
પરાગે ફૂલ છોડ્યું ને હવા થઈ ગ્યો ભલે, તો પણ
તને જો ખોઈ દે, તો જગ મહેકાશે, અરે મનવા.
– પરાગ રતનપરા
#ગઝલ #મન #આત્મસંવાદ #વૈરાગ્ય #મૌન #પરાગરતનપરા
#GujaratiGhazal #OMind #InnerDialogue #Detachment #SilenceIsWisdom #ParagRatanpara